યાદ છે? તારે શું
થવાનું છે?
: ભીંત તોડી ને ઊગવાનું છે.
: ભીંત તોડી ને ઊગવાનું છે.
ફ્ક્ત આંખો સુધી
જવાનું છે?
કે પછી એમાં ડૂબવાનું છે?
કે પછી એમાં ડૂબવાનું છે?
પાને પાને છે ઝેર
પુસ્તકમાં,
પાને પાનું આ ચૂમવાનું છે.
પાને પાનું આ ચૂમવાનું છે.
જે છે એનું કશું
જ મૂલ્ય નથી!
જે નથી એનું ઝૂરવાનું છે.
જે નથી એનું ઝૂરવાનું છે.
સ્હેજ આંખો હજી તું ખોલ ‘જિગર’!
આંસુને પાછું મૂકવાનું છે.