Tuesday, November 10, 2009

સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગઈ મરી દફતરની વારતા

નાસ્તિકપણુ સ્વભાવથી અળગુ થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા !?

એમાં તો ક્યાંય ઝેરનો ઊલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા !

ફૂલોનો હાલ શું થયો ? જાણી જશે જો તું
સાચ્ચેજ નૈં ગમે પછી અત્તરની વારતા.

બાકી તો 'પ્રેમ' કોઇનું એવું ગજું નથી
આંખોજ વર્ણવી શકે ઝરમરની વારતા.

-જિગર જોષી 'પ્રેમ'

1 comment:

  1. સરસ ગઝલ ! દરેક શેર કાબીલે દાદ થયો છે એમાંય આ બે શેર પર તો ઓળઘોળ થઈ જવાયું

    ફૂલોનો હાલ શું થયો ? જાણી જશે જો તું
    સાચ્ચેજ નૈં ગમે પછી અત્તરની વારતા.

    નાસ્તિકપણુ સ્વભાવથી અળગુ થઈ ગયું
    કોણે કહી હશે મને ઈશ્વરની વારતા !?

    ReplyDelete