નદીને આવકારી જાતને છલકાવવા માંડ્યો
બરાબર ખ્યાલ દરિયાનો મને પણ આવવા માંડ્યો
પછી આગળ જતાં માઠુ ન લાગે કોઇ દિ' ક્યાંયે
જનમતાંવેત બાળક જ્હેર થોડું ચાંખવા માંડ્યો
જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો
ન લાગે ભેજ દુનિયાનો ન બીજી હો અસર કંઈપણ
હવે પ્લાસ્ટિકથી વીટી સબંધો રાખવા માંડ્યો
સરળ રસ્તો મલ્યો છે 'પ્રેમ'ને અજવાસ કરવાનો
મજાથી આગ મનના કાગળોને ચાંપવા માંડ્યો
જિગર જોષી "પ્રેમ"
આખો બ્લૉગ જોયો... વારાફરતી મોટાભાગની ગઝલો વાંચી ગયો... સરસ શરૂઆત કરી છે... અભિનંદન !
ReplyDeleteજુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
ReplyDeleteકહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો
khari divangi !!
sunder !!