Tuesday, April 8, 2008

નદીને આવકારી જાતને છલકાવવા માંડ્યો
બરાબર ખ્યાલ દરિયાનો મને પણ આવવા માંડ્યો

પછી આગળ જતાં માઠુ ન લાગે કોઇ દિ' ક્યાંયે
જનમતાંવેત બાળક જ્હેર થોડું ચાંખવા માંડ્યો

જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો

ન લાગે ભેજ દુનિયાનો ન બીજી હો અસર કંઈપણ
હવે પ્લાસ્ટિકથી વીટી સબંધો રાખવા માંડ્યો

સરળ રસ્તો મલ્યો છે 'પ્રેમ'ને અજવાસ કરવાનો
મજાથી આગ મનના કાગળોને ચાંપવા માંડ્યો

જિગર જોષી "પ્રેમ"

2 comments:

  1. આખો બ્લૉગ જોયો... વારાફરતી મોટાભાગની ગઝલો વાંચી ગયો... સરસ શરૂઆત કરી છે... અભિનંદન !

    ReplyDelete
  2. જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
    કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો

    khari divangi !!

    sunder !!

    ReplyDelete