Thursday, October 21, 2010

ગઝલ : નથી મળાતું : જિગર જોષી ‘પ્રેમ’

વાતાવરણ આ જોઈ પોતે જ થોથવાતું
આંખોમાં શું હશે આ સંધ્યાની જેમ રાતું?

‘ગાંધી’ના નામે ફેશન કરનારને કહો કે-
ખાદી પહેરવાથી ગાંધી નથી થવાતું.

‘ઓહો ! ઘણાંય વખતે ?’ એમ આયનાએ પૂછ્યું,
મેં પણ કહ્યું કે ‘હા ભઇ ! હમણાં નથી મળાતું’

હોંઠોની ડાળખી પર આખી વસંત લઇને,
એક નામ પંખી જેમ જ આવીને રોજ ગાતું.

નહિતર તો ક્યારનોયે તમને હું ભીંજવી દેત,
મારાથી કોઇ રીતે વાદળ નથી થવાતું.

1 comment:

hp said...

સરસ ગઝલ અને તમારા અછાંદસ પણ ગમ્યા.
આવો મારાં કાવ્યો વાંચવા @
http://himanshupatel555.wordpress.com
આભાર